નિપુણ ગુજરાત અભિયાન: FLN બેઝલાઇન સર્વે અન્વયે GCERT દ્વારા નિર્મિત
શૈક્ષણિક સાહિત્ય અને માર્ગદર્શિકા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) અને ‘નિપુણ
ભારત’ અભિયાનને સુસંગત રાખીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને GCERT દ્વારા ‘નિપુણ
ગુજરાત અભિયાન’
અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાલવાટિકાથી લઈ
પ્રાથમિક શાળાના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (Foundational Literacy and
Numeracy - FLN) મજબૂત કરવાનો છે.
વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યને
વધુ સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માટે GCERT દ્વારા વિશેષ શૈક્ષણિક સાહિત્ય
તૈયાર કરવામાં આવ્યું છે.
GCERT
દ્વારા તૈયાર કરવામાં આવેલ મુખ્ય સાહિત્ય
1. FLN શિક્ષક માર્ગદર્શિકા (Teacher Handbook) : ભાષા અને ગણિત બંને વિષયની અલગ-અલગ
2.
બેઝલાઇન સર્વેની માર્ગદર્શિકા : ભાષા અને ગણિત બંને વિષયની અલગ-અલગ
3.
બાલવાટિકાથી ધોરણ 5 સુધીના લક્ષ્યાંકો : ભાષા અને ગણિત
બંને વિષયના અલગ-અલગ
4. પ્રોગ્રેસ
અને લર્નિંગ ટ્રેકર (Progress
Tracker) : બાલવાટિકાથી ધો. ૫ સુધી બંને વિષયના અલગ-અલગ
5. ઉપચારાત્મક
કાર્ય માટે (Remedial
Learning) વિદ્યાર્થી વર્કશીટ અને મહાવરા અર્થે
સાહિત્ય (Student
Worksheets) : ભાષા અને ગણિત બંને વિષયના અલગ-અલગ
આ તમામ સાહિત્યનો યોગ્ય અને
તટસ્થ રીતે ઉપયોગ કરીને શિક્ષકો વર્ગખંડના દરેક બાળકના પાયાના કૌશલ્યો સુદ્રઢ કરી
શકે છે. યોગ્ય નિદાન,
સતત મહાવરો, ઉપચારાત્મક
કાર્ય અને ટ્રેકિંગ દ્વારા ‘નિપુણ ગુજરાત’ના લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરી
શકાશે. સાહિત્ય https://dietrjt.blogspot.com/
પરથી તથા GCERT ની વેબસાઇટ
પરથી ડાઉનલોડ કરી શકાશે.
આ બાબતે વિશેષ માર્ગદર્શન માટે
નિહાળો - https://www.youtube.com/watch?v=X-t1MKi6Bxg&t=3974s
FLN અન્વયે અપડેઇટ મેળવવા જોતા રહો --- https://dietrjt.blogspot.com
લેખન :
સોનલ ચૌહાણ, વ્યાખ્યાતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ